Showing posts with label Womans Lines. Show all posts
Showing posts with label Womans Lines. Show all posts

Wednesday, 8 March 2017

Happy Woman's Day - Gujarati Poem for Girls



Woman's Day

હું પહોર છું ગુલાબી, હું રાત છું અંધીયારી, 
હું બાર બપોર છું ને હું સમી સાંજ છું, 
પણ એ નથી ખબર કે કોની છુ હું... 

નાનપણ ની ગમ્મત છું, યોવન ની કાયા છું, 
કેટલાક ને મન તો હું મોહ માયા છું, 
પણ એ નથી ખબર કે કોની છુ હું... 

જીર્ણ થયેલી યાદ દાસ્ત છું, કોઇ પ્રેમી ની યાદ પણ છું, 
એના દુખ મા બધા ને યાદ છું, મારા દુખ માજ બાદ છું, 
પણ એ નથી ખબર કે કોની છુ હું... 

માવતર માટે પારકી થાપણ છું, સસુરાલ મા લક્ષ્મી છું, 
જનમ સમયે જલેબી ને વિદાય વેળા યે કરીયાવર છું, 
પણ એ નથી ખબર કે કોની છુ હું... 

હું રસોઈ ની રાણી છું, ને ઘર કામ મા શાણી છું, 
કોઇ પણ ઉમરે સહેલી છું, ના સમજો તો પહેલી છું, 
પણ એ નથી ખબર કે કોની છુ હું... 

મજધારે અટકેલી નાવ છું અને પેલે પાર ક્ષિતિજ છું, 
જીવાય ગઇ જે બિજા ના નામ પર હું એ જીંદગી છું, 
પણ એ નથી ખબર કે કોની છુ હું... 

સંબંધો મા હું સરહદ છું, તો સૌ ને જોડતો તાતણો છું, 
કોઇ ની અરધાંગીની છું, ને કોઇ નો ભુલાયેલો અંશ છું, 
પણ એ નથી ખબર કે કોની છુ હું... 

દુનિયા ની ભીડ મા એકલી છું, સમજે કોઇ તો મૈત્રી છું, 
સમાજ મા અબળા નારી અને રણે ચડુ તો રણચંડી છું, 
પણ એ નથી ખબર કે કોની છુ હું... 

હું દિકરી છું કોઇ ની તો સાથે બહેન ભી છું, 
હું પત્ની બની જાવ છું, ને માઁ બની રહી જાવ છું, 
પણ એ નથી ખબર કે કોની છુ હું... 

અગ્નિ મા હોળીકા છું અને નવરાત્રિ પર માઁ અંબા છું, 
આ દુનિયા યાદ કરાવતી રહે છે કે હું સ્ત્રી છું, 
પણ એ નથી ખબર કે કોની છુ હું........